શાળાનો (ઈતિહાસ) પરિચય
શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ સંચાલિત
શેઠ શ્રી હીરાલાલ કાનજીભાઈ આકોલિયા માધ્યમિક અને સ્વ. પ્રકાશભાઈ હીરાભાઈ આકોલિયા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ વિવેકાનંદ વિદ્યાલય,ધાનેરા
(ઉ.મા.શાળા –સા.પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ)
મું.પો.તા.ધાનેરા-૩૮૫૩૧૦(જી-બનાસકાંઠા)
ઉ.ગુજરાત નોંધણી નં.જી.(૨) ૨૬૬૭/૭૦
માન્યતા તા.૧૭-૫-૮૨
S.S.C. Index No. :- 60.0094
H.S.C. Index No. :- 10.0036
બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાં ત્રીસી અને ચોવીસીના આંજણા ચૌધરી સમાજ દ્રારા શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની રચના કરી તા.૧૭/૦૫/૧૯૮૨ ન રોજ માધ્યમિક શાળા શરુ કરવામાં આવી.
ધાનેરા તાલુકામાં વર્તમાન અને ભાવી પેઢીને ઉચ્ચ શિક્ષણ ઘર આંગણ પ્રાપ્ત થાય તેવા ધ્યેય સાથે પ્રથમ વર્ષ ધોરણ– ૮ માં ૫૬ વિધાર્થીઓની શાળાની શરૂઆત થઈ આજે ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ વર્ષ માં શાળામાં હાલમાં ૨૦૧૩ જેટલી વિધાર્થીઓની સંખ્યા છે.
આજ સુધી આ શાળામાં માધ્યમિક વિભાગમાં ૧૭,૫૨૩ અને ઉ.મા.વિભાગમાં ૧૨,૫૫૦ થઈ કુલ ૩૦,૦૭૩ વિધાર્થીઓ ભણીને ગયા છે. એક વર્ગથી શરુ થયેલી શાળામાં હાલમાં ધોરણ-૯થી ૧૨(સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ) માં કુલ ૩૪ ગ્રાન્ટેડ વર્ગો છે.
શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળની શરૂઆત કરનાર સાત શ્રેષ્ઠીઓ તથા ચોપન (૫૪) ગામના આંજણા ચૌધરી સમાજના સર્વ ,વડીલો,દાનવીરો,આગેવાનો અને સમાજના દરેક વ્યકિતના અથાગ પ્રયત્નો અને આર્થિક સહયોગથી આ સંકુલનો સતત વિકાસ થયો છે. અને ભવિષ્યમાં ઉત્તમ શૈક્ષણિક વિકાસ દ્રારા સામાજિક વિકાસ ના પથ પર સદા અગ્રેસર રહેશે.
.jpg)